Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

બોકો હરામના હુમલામાં 30 લોકોના મૃત્યુ

નવી દિલ્હી:નાઈજિરીયાના બોર્નો પ્રાંતમાં બોકો હરામ આતંકવાદીઓના એક સમુદાયના લોકો પર કરવામાં આવેલ હુમલામાં ઓછામાં ઓછા 30 લોકોની હત્યા કરી દેવામાં આવી છે પ્રાંતના ગવર્નર બાબાગના જુલૂમે સોમવારના રોજ વાતની માહિતી આપી હોવાનું માલુમ પડી રહ્યું છે.

                વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બોર્નો પ્રાંતના કોડુગાનાં સરકારી વિસ્તારમાં રવિવારના રોજ બંદૂકધારીઓએ ઓનો સમુદાયના લોકો પર  હુમલો કર્યો હતો તેમને મહિલાઓ અને બાળકોને બંધક બનાવી લીધા હતા તેમજ ખાદ્ય સામગ્રી લઇ જનાર ઓછામાં ઓછા 18 વાહનોમાં આગ ચાંપી દીધી હોવાનું માલુમ પડી રહ્યું છે. હુમલો સ્થાનિક સમયાનુસાર 10 વાગ્યાની આસપાસ થયો હતો.

(6:15 pm IST)