Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

આ તે કેવી ક્રીએટિવિટી? કેળાંનો પિયાનો

લંડન તા.૧૧: કઝાખસ્તાનના એલ્માટી શહેરમાં સ્ટુડન્ટ્સ માટે એક ટેકનોલોજિકલ ફેસ્ટિવલનું આયોજન થયું હતું. ગો ક્રીએટિવ નામના આ ઉત્સવમાં એક અત્યંત અળવીતરો પ્રયોગ કરનાર સ્ટુડન્ટ્સનું ગ્રુપ હતું. આ ગ્રુપે મ્યુઝિક ક્રીએટ કરવા માટે ફળોનો ઉપયોગ કર્યો હતો. આ માટે કેળાને લાઇનસર ગોઠવવામાં આવ્યાં હતાં અને એની અંદર અલગ અલગ જગ્યાએ ઇલેકટ્રોનિક કમ્પોનન્ટ્સ કનેકટ કરવામાં આવ્યા હતા જે એક કોમન ડિવાઇસમાંથી થઇને કમ્પ્યુટર સાથે કનેકટ થાય છે. કેળામાં ઇલેકટ્રોનિક કનેકશન મુજબ કેળાં પર ટપલી મારવાથી ચોક્કસ પ્રકારનો સાઉન્ડ ક્રીએટ થતો હતો જે ડિવાઇસ મારફત કમ્પ્યુટરમાં જઇને વાગતો હતો. કેટલા જોરથી અકે કનેકશનથી કેટલી દૂરી પર ટપલી મારવામાં આવે છે એના આધારે સાઉન્ડમાં ફરક હતો. આ ફરક પર અભ્યાસ કરીને સ્ટુડન્ટ્સે એક મ્યુઝિક જેવી રિધમ પણ તૈયાર કરી હતી.

(10:22 am IST)