Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ફાઇઝરની વેક્સીન લીધા બાદ વધુ એક ડોકટરે પોતાનો જીવ ગુમાવ્યો:16 દિવસ બાદ જીવ ગુમાવવાની નોબત આવી

નવી દિલ્હી: વૈશ્વીક કોરોના વાયરસના કહેરથી બચવા માટે અનેક દેશોમાં વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન અમેરિકામાં કોવિડ વેક્સિન મુકાયા બાદ વધુ એક ડોક્ટરનું મોત નિપજ્યાનું બહાર આવ્યું છે. અમેરિકાના મિયામી શહેરમાં 56 વર્ષીય ગ્રેગરી માઈકરનું ફાઈઝરની કોરોના વેક્સિન મુકાયાના 16 દિવસ બાદ મોત થયું છે. ડોક્ટર ગ્રેગની પત્ની હેઈદીનેકેલમાને કહ્યું કે 18 ડિસેમ્બરે તેના પતિને કોરોના વેક્સિન મુકાઈ તે પહેલાં તેઓ એકદમ સ્વસ્થ હતા.

           ડો.ગ્રેગરીને અચાનકથી રોગ પ્રતિકારક ક્ષમતા સાથે જોડાયેલી દુર્લભ બીમારી થયા બાદ હાર્ટએટેકથી તેનું મોત થઈ ગયું હતું. ડો.ગ્રેગરીની પત્નીનું માનવું છે કે ફાઈઝરની કોરોના વેક્સિને ક્યાંકને ક્યાંક આ બીમારીને પેદા કરી છે. તેમણે કહ્યું કે મારું માનવું છે કે ડો.ગ્રેગરીની મોતનો સીધો સંબંધ વેક્સિન સાથે છે. તેમના મોત પાછળ બીજું કોઈ જ કારણ હોઈ શકે નહીં. વેક્સિન લાગ્યા બાદ મારા પતિના લોહીમાં રહસ્યમય ગરબડ આવી ગઈ હતી.

(5:15 pm IST)