Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ચીનમાં કોરોના સાથે જોડાયેલ નિયમનું પાલન ન કરવા બદલ ઓનલાઇન કેબ કંપનીને દંડ ફટકારવામાં આવ્યો

નવી દિલ્હી: કરોના વાયરસ ફેલાયો ત્યરથી દુનિયાના તમામ દેશો અવનવા નિયમો બનાવી રહ્યા છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે તમામ દેશોની સરકારો દ્વારા આ નિયમો બનાવવામાં આવે છે. સાથે જ લોકો આ નિયમોનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે દંડના જોગવાઇઓ પણ કરવામાં આવે છે. જો લોકો આ નિયમોનું પાલન ના કરે તો તેમને દંડ ફટકારવામાં આવે છે.

       ત્યારે ચીનમાં કોરોના સાથે જોડાયલા એક નિયમનું પાલન ના કરવા બદલ એક ઓનલાઇન કેબ કંપનીને જે દડ ફચકારવામાં આવ્યો છે, તે જાણીને તમને પણ આશ્ચ્રર્ય થશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનમાં ઓનલાઇન કેબ સર્વિસ આપતી Didi Chuxing નામની કંપનીને બિજીંગ નગર પરિહન દ્વારા મોટો દંડ ફટકારવમાં આવ્યો છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા હતા તેનું પાલન ના કરવાના કારણે કંપનીને 3,40,000 યુઆન એટલે કે 38 લાખ 52 હજાર 836 રુપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

(5:13 pm IST)