Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

જર્મનીના બર્લિન શહેરમાં બેકિંગ પેરેડાઇઝ નામની બેકરીએ કોરોના માટે રસીકરણ ઝુંબેશને પ્રોત્સાહન આપવા અનોખી કેક બનાવી

નવી દિલ્હી: જર્મનીના બર્લીન શહેરની બેકીગ પેરેડાઇઝ નામની બેકરીએ કોરોના રોગચાળાના પ્રતિકાર માટે આવશ્યક શિસ્ત, નીયમોના પાલન અને સારવારના વિષયને ઘણુ મહત્વ આપ્યુ છે. કોરોનાની વેકિસન બજારમાં આવી ચુકી હોવાથી હવે રસીકરણ ઝુંબેશને પ્રોત્સાહન આપવા સક્રિય બની છે. બેકરીએ વેકિસનેશનનું મહત્વ લોકોને સમજાવવા ઇન્જેકશનની સિરિન્જના આકારની કેક બનાવી છે. બેકરીના માલીક શરુઆતમાં સીરીન્જના આકારની કેક વેચાશે કે નહીં એ માટે શંકા ધરાવતા હતા. પરંતુ છેલ્લા કેટલાક અઠવાડીયામાં એક પછી એક વિશ્ર્વના દેશોમાં ખાસ વેકિસનેશન પ્રોગ્રામ્સ શરુ થતા તેમણે હિંમત કરીને સીરીન્જના આકારની કેક બનાવીને વેચવાનુ શરુ કર્યુ. તેમની એ કેક પર '2021-ઇુય ઇુય ઈજ્ઞજ્ઞિક્ષફ' લખેલું હોય છે. આથી કેક લોકપ્રિય પણ થઇ છે.

(5:11 pm IST)