Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ચીનમાં રમતા બાળકનું માથું ચાની કીટલીમાં ફસાઇ ગયું

ચીનના ચાંગશા પ્રાંતમાં ઘરમાં રમતા એક બાળકનું  માથું ધાતુની ચાની કીટલીમાં ફસાઈ જતાં ફાયરબ્રિગેડને બોલાવવી પડી હતી. દાદા-દાદી સાથે રહેતું બાળક રમતું હતું ત્યારે અચાન તેણે ચાની ધાતુની કીટલી ઉપાડી લીધી હતી અને એમાં બાળકનું માથું ફસાઈ જતાં દાદા- દાદીએ ફાયરબ્રિગેડના જવાનોને બોલાવ્યા હતા. અડધા કલાકની જહેમત બાદ માથું બહાર કાઢ્યું હતું, જોકે બાળકને વધુ ઈજા થઈ નહોતી.

(3:31 pm IST)