Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

વિચિત્ર બીમારીથી પીડાઇ રહી છે એ છોકરીઃ ૯૦ ડીગ્રી સુધી વળી ગઈ છે ગર્દન

ખાવામા, શૌચાલયનો ઉપયોગ કરવા અને ચાલવામાં પણ ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે

કરાંચી, તા.૧૧: અમુક રોગ એવા હોય છે જેમાં શરીરનું જાણે આકાર બદલાઈ જાય જોકે આવા રોગ ખુબજ ઓછા જોવા મળે છે પરંતુ આવાનું ઓપરેશન કરવું પણ કઠિન છે.પાકિસ્તાનના સિંધમાં રહેનારી ૧૧ વર્ષની બાળકીની ગરદન રહસ્યમયી રીતે ૯૦ ડિગ્રી વળી ગઈ છે. તેને બરાબર કરાવવા માટે તે સર્જરીની રાહ જોઈ રહી છે. અફશીન કુંભાર નામની છોકરીને માંશપેશીઓની બીમારી છે.

અને આના કારણે તેની ગરદન આ રીતે વળી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આને મેડિકલ ભાષામાં ટોર્ટિકોલિસ કહેવામાં આવે છે.આ સમસ્યા પહેલીવાર ત્યારે સામે આવી હતી જયારે તે માત્ર આઠ માસની હતી અને બહાર રમતી વખતે તેને ગરદનમાં ઈજા થઈ હતી. પોતાનું માથું સીધું રાખવામાં અસમર્થ અફશીન સતત પીડામાં જીવી રહી છે. તેને ખાવામા, શૌચાલયનો ઉપયોગ કરવા અને ચાલવામાં પણ ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે. પોતાની આ હાલતને લીધે સ્કૂલ પણ જતી નથી.

અફશીન સિંધના મીઠીમાં ૫૨ વર્ષીય મા જમીલન અને ૨૭ વર્ષીય મોટાભા મોહમ્મદ યાકૂબ સાથે રહે છે. પરિવારને તેના ભવિષ્ય અંગે ખૂબ ચિંતા છે. ડોકટર પણ અફશીનની આ રીતે વળેલી ગરદનનું કોઈ સચોટ કારણ હજુ શોધી શકયા નથી. ગત વર્ષે જ અફશીનના પિતાનું કેન્સરના કારણે મોત થયું હતું. તેની મા જમીલન બીજાના ઘરોમાં કામ કરે છે અને માંડ પરિવારનું ગુજરાન ચલાવે છે.

પોતાની બહેનની હાલત વિશે વાત કરતા યાકૂબે કહ્યું કે, 'અમને ખબર નથી કે, તેનું શું થશે. અમે ચિંતિંત છીએ કે, જો તેની સારવાર નહીં કરાવવા આવે તો તેને બીજી કોઈ બીમારી પણ થઈ શકે છે.' કરોડરજ્જુ અથવા ગળાની માંસપેશિઓમાં ઈજા થવાને કારણે ટોર્ટિકયુલસની બીમારી હોય છે. આના કારણે તેની ગરદન પર સતત દબાણ બનેલું હોય છે, જેનાથી તેની માંસપેશિઓમાં સોજો આવી જાય છે.

યાકૂબે કહ્યું કે, અફશીન છ ભાઈ-બહેનોમાંથી એક છે. તે સ્વસ્થ પેદા થઈ હતી પણ સ્થિતિ ત્યારે વણસી ગઈ જયારે તે રમતી વખતે પડી ગઈ. શરૂઆતમાં તો માતા-પિતાએ તેની ગરદન સીધી કરવા વિશે કંઈ વિચાર્યું નહોતું પણ પછી ધીમે-ધીમે તેની હાલત વધુ બગડતી ગઈ.વધારે ખર્ચો થઈ જશે તેવા ડરથી માતા-પિતા અફશીનને ડાઙ્ખકટરને બદલે પીર-ફકીર પાસે લઈ ગયા પણ તેની હાલતમાં કોઈ સુધારો ન થયો.

અફશીનની હાલત તરફ બે વર્ષ પહેલા દુનિયાનું ધ્યાન ખેંચાયું. જેના કારણે તેને 'પ્રમુખ મહિલા વૈશ્વિક નેતા'એ તેની સર્જરીનો ખર્ચો ઉઠાવવાની રજૂઆત કરી હતી. તેને સંભાવિત ઓપરેશન પહેલા તપાસ માટે ગત વર્ષે ફેબ્રુઆરીમાં કરાંચીની આગા ખાન યુનિવર્સિટી હોસ્પિટલ લઈ જવાઈ હતી.અહીં ડોકટરોએ જણાવ્યું કે, સફળ સર્જરીની શકયતા આશરે ૫૦ ટકા જ છે. આથી તેઓ ઘરે જઈને આ અંગે વિચાર કરે, પરિવારમાં એક લગ્નને કારણે ઓપરેશનમાં લગભગ એક મહિનો વિલંબ થયો. જોકે

યાકૂબે દાવો કર્યો કે, જેમણે અફશીનની સારવારની રજૂઆત કરી હતી તેમને વારંવાર ફોન કરવા પર પણ કોઈ જવાબ ન મળ્યો.

(10:16 am IST)