Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ઈઝરાઈલ ભારતમાં કરશે 6.86 કરોડ ડોલરનું રોકાણ

નવી દિલ્હી: ઇઝરાયેલ ભારત સાથે સહયોગ વધારવા માટે પર્યટન,પ્રાઓદ્યોગિકી, કૃષિ અને નવાચાર જેવા ક્ષેત્રોમાં ચાર વર્ષોમાં અંદાજે 6.86 કરોડ ડોલરનું રોકાણ કરશે,ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેજામીન નેતન્યાહુની આવતા અઠવાડિયે યોજાનાર ભારત યાત્રા પહેલા જાહેરાત કરવામાં આવી છે.

ઇઝરાયેલના વિદેશ મંત્રાલયના ઉપ મહાનિદેશક ગિલાદ કોહેનાએ જણાવ્યું કે રોકાણ બન્ને દેશો વચ્ચે ચાર કરોડ ડોલર ના ભારત-ઇઝરાયેલ ઓદ્યોગિક અનુસંધાને અંતર્ગત છે. નેતન્યાહુ 14 જાન્યુઆરીથી ચાર દિવસની ભારતની યાત્રા પર આવવાના છે.

(7:55 pm IST)