Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ટોપલેસ બનીને ઉબરના ડ્રાઇવરને લૂંટી લીધો

અમેરિકાના લુઇઝિયાના રાજયમાં એક કપલે ઉબરના ડ્રાઇવરને લુટી લીધો હોવાની ફરિયાદ નોંધાઇ છે અને તેથી પોલીસે આ કપલની ધરપકડ કરી છે. ડ્રાઇવરે પોલીસને કહયુ હતુ કે બાવી વર્ષની રાયના ફિલીયોસે કેબ  બુક કરાવી હતી. તે જયારે એડ્રેસ પર પહોંચ્યો ત્યારે રાયના આગળનો દરવાજો ખોલીને સીટમાં બેઠીહતી. તે ટોપલેસ હતી અને સીધી મને વળગી પડી હતી. તેણે તેના દાંતથી મારી જીભને કચરી પણ હતી. રાયનાએ મને છોડયો ત્યારે ર૪ વર્ષનો એનથની કેનેડી પાછળની સીટમાં આવીને બેઠો હતો અને તેણે મારી પાસે જે કંઇ હોય એ આપી દેવા કહયુ હતુ. મે ના પાડી એટલે તેણે મને મુકકો માર્યો હતો.

(4:06 pm IST)