Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

પતિ કહેલું સાંભળે એ માટે ગોળીઓ છોડી

અમેરિકાના એરિઝોના રાજયમાં ૩૦ ીડસેમ્બરે એક એવો બનાવ બન્યો હતો. જેમાં પત્નીએ ટોઇલેટમાં બેઠેલા તેના પતિ પર ગોળીઓ છોડી હતી. પતિએ ટોઇલેટમાંથી જ પોલીસને ફોન કરીને બોલાવી તેને બચાવી લેવાની આજીજી કરી હતી. પોલીસે તત્કાળ આવીને તેને બચાવી લીધો હતો અને તેની પત્નીની પુછપરછ કરી ત્યારે પોલીસ દંગ થઇ ગઇ હતી. પત્નીનું કહેવું હતું કે પતિ તેના તરફ ધ્યાન આપતો નથી અને તેથી ગુસ્સામાં આવીને તેના પર ત્રણ ગોળી  છોડી હતી. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

(4:05 pm IST)