Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ફ્લોરિડા બીચ પર રેતીની કારથી ટ્રાફિક-જેમ ક્રીએટ થયો

સામાન્ય રીતે બીચની રેતીમાં લોકો જાતજાતના કિલ્લાઓ અને પોતાને ગમતા શિલ્પો બનાવતા હોય છે, પણ અમેરિકાના ફ્લોરિડા શહેરના માયામી બીચ પર એક આર્ટિસ્ટે અનોખું ઇન્સ્ટોલેશન ઊભું કરી દીધું હતું. આજર્િેન્ટનાના આર્ટિસ્ટ લીએન્ડ્રો એર્લિચે બીચની રેતી પર રિયલ સાઇઝની કારના સ્કલ્પ્ચરનો ખડકલો કરી દીધો હતો. તેણે ૬૬ કાર એવી રીતે બનાવી હતી જાણે ટ્રાફિકમાં ફસાઈ ગઈ હોય. વચ્ચે એકલદોકલ ટ્રકો પણ મૂકી હતી જેથી દૂરથી જોઈએ તો લિટરલી ખીચોખીચ અને જરાય ટસનો મસ ન થતો હોય એવો ટ્રાફિક હોય એવું લાગતું હતું. આ કારોનો ખડકલો હજી પંદરમી ડિસેમ્બર સુધી લોકોને જોવા માટે રાખવામાં આવશે.

(3:41 pm IST)