Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

આ પ્રાણી પ્રેમીને પાળેલા વાઘોએ જ ઘાયલ કરી નાખી

ન્યુયોર્ક,તો૧૦: તમે સાપ પાળો તો એ સામે ફૂંફાડો મારે જ એવું સંભવ છે. જંગલી પ્રાણી પણ ભલે તમારા કહ્યામાં રહેતું હોય, પણ એનો અસલી મિજાજ જો સહેજ અમથો પણ બહાર આવી જાય તો એ હસવામાંથી ખસવું કરી શકે છે. અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી ૬૬ વર્ષની વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશનિસ્ટ પેટી પેરી માટે પણ એવું જ થયું હતું. શનિવારે તે મૂરપાર્કમાં આવેલા પ્રાણી અભયારણ્યમાં બે વાદ્ય સાથે રમી રહી હતી ત્યારે અચાનક જ બેન્ગાલ ટાઇગરે તેને ધક્કો મારીને નીચે પછાડી દીધી હતી અને તેને નીચે પડેલી જોઈને બીજા વાદ્યે તેની પર પંજો મૂકીને તેને દબાવવાની કોશિશ કરી. નસીબજોગે એ જ વખતે બીજો સ્ટાફ પણ ત્યાં હાજર હતો એટલે તેમણે પેટી પેરીને બન્ને વાદ્યોની નીચેથી ખેંચી કાઢી. એમ છતાં તેને વાદ્યના નહોરને કારણે શરીરે કાપા અને દ્યસરકા પડી ગયા. આટલું થયા પછી પણ હજી બહેનને માન્યામાં નથી આવતું કે ૩૦૦ કિલો વજન ધરાવતા બે પ્રાણીઓએ તેને નુકસાન પહોંચાડવાના હેતુથી હુમલો કર્યો હતો.

આ બન્ને વાદ્ય જયારે બચ્ચાં હતાં ત્યારથી તે પેટી પેરી પાસે છે અને તેણે દૂધની બાટલીથી રોજ તેમને દૂધ પાયું છે. એવામાં અચાનક બન્ને વાદ્યોએ તેની પર હુમલો કર્યો એ વાતે તે બહુ દુખી થઈ ગઈ છે. વાઇલ્ડલાઇફ સેન્કચુરીમાં ૫૦ વાદ્ય, દીપડા, ઝેબ્રા સહિતના કુલ ૫૦ જેટલાં પ્રાણીઓ રહે છે

(3:37 pm IST)