Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

કોલેસ્ટ્રોલનું ચેકઅપ ૨૦ વર્ષની ઉમરથી કરાવવું જરૂરી

અમેરિકામાં કરાયેલ એક અભ્યાસનું તારણ

હૃદય રોગ માટેના પ્રાથમિક જોખમી પરિબળોમાં કોલેસ્ટ્રોલ વધુ હોવુ તે પણ મહત્વનું પરિબળ છે. લોહીનું વહન કરતી નસોને તે ધીરે ધીરે ચોક અપ કરતું જાય છે. હવે અમેરિકાની સેન્ટર્સ ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ભલામણ કરે છે કે કોલેસ્ટ્રોલ અંગેનું ચેક અપ ૨૦ વર્ષની ઉંમરથી જ કરવુ જોઇએ. અમેરીકામાં કોલેસ્ટ્રોલ અથવા હૃદય રોગને લોકો પાછલી ઉમર સુધી બહુ મહત્વ નથી આપતા હોતા.

 

લાન્સેટ મેગેઝીનમાં તાજેતરમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસમાં કોલેસ્ટ્રોલ ચેકીંગ પર ભાર મુકતા કહેવાયુ છે કે તેનાથી આપણને ખરાબ અથવા નોન એચડીએલ કોલેસ્ટ્રોલની જાણ થાય વહેલાસર થઇ શકે છે અને આપણે હૃદયરોગ અથવા હાર્ટ એટેકથી બચી શકીએ છીએ.

રીસર્ચરોએ આના માટે પહેલા કરાયેલ ૩૮ અભ્યાસોની ઉતર અમેરીકા, યુરોપ અને ઓસ્ટ્રેલીયાના ૪ લાખ લોકોની માહીતી એકઠી કરી હતી. આ લોકોને હૃદયરોગ સંબંધી કોઇ બિમારી નહોતી અને તેમાંથી ત્રીજા ભાગના લોકોની ઉમર ૪૫ વર્ષથી ઓછી હતી. ૪૩ વર્ષના ત્રીજા ભાગના લોકોની ઉમર ૪૫ વર્ષથી ઓછી હતી. ૪૩ વર્ષના ફોલો અપ દરમ્યાન તેમાંથી ૫૫૦૦૦ લોકોને હૃદયરોગ સંબંધી બિમારી ઉત્પન્ન થઇ હતી.

લેખકોએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે યુવા વયના લોકો જેમને હાઇ કોલેસ્ટ્રોલ લેવલ હોય અને જાણ ન હોય તેમનું જોખમ ઉમરની સાથે વધતુ જાય છે. અને પછી તેમને તેમાંથી ઉગરવાનો પુરતો સમય નથી મળતો એટલે યુવા વયથીજ કોલેસ્ટ્રોલનું ચેકીંગ નિયમીત પણે કરાવતા રહેવું જોઇએ. (ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(3:37 pm IST)