Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

માઇક્રોવેવમાં બનાવેલા પોપકોર્ન કરતા જાતે બનાવવા વધુ ફાયદાકારક

પોપકોર્નમાં ઓછી કેલરીમાં વધુ ફાઇબર મળે છેઃ ફલેવર્ડ અને બટરવાળા પોપકોર્ન ''ન'' ખાવા જોઇએ

આલે યુનિવર્સિટીના પ્રિવેન્શન રીસર્ચ સેન્ટરના ડાયરેકટર ડોકટર ડેવિડ કાત્ઝ કહે છે કે આખા મકાઇના દાણામાંથી બનેલા પોપકોર્ન હાઇફાઇબર, ઓછી કેલરી અને બહુ સારી ન્યુટ્રીશન વેલ્યુ ધરાવતો નાસ્તો છે. બે કપ સાદા પોપકોર્ન માંથી ર-૩ ગ્રામ ફાઇબર અને ફકત ૬ર કેલેરી મળે છે.

ગ્રેગરી પ્રિવીટરો નામના ન્યુયોર્કની બોનાવેન્ચર યુનિવર્સિટીના સાયકોલોજીના રોફેસર કહે છે કે બટર અને વધારાની ફેટ ઉમેરી ન હોય તેવા પોપકોર્ન ખરેખર આરોગ્યપ્રદ નાસ્તો છે. તેમણે એક બહુ સરસ સલાહ આપતા કહ્યું હતું કે નાસ્તો કરતી વખતે અથવા જમતી વખતે બટરને આપણાથી ૬ ફુટ દુર રાખવા જોઇએ તો તેનો વપરાશ ઘટે છે એવું એક રિસર્ચનું તારણ છે.

રહોડ આઇલેન્ડ યુનિવર્સિટીના ન્યુટ્રીશન સાયન્સના એસોસિયેટ પ્રોફેસર કેથલીન મેલન્સનનું કહેવું છેકે પોપકોર્ન પોટેટો ચીપ્સ અને તેના જેવા અન્ય નમકીન નાસ્તા કરતા વધુ ફાયદા કારક છે કેમકે તેના ઇરેગ્યુલર આકારના કારણે તેમાં વધારે પડતી હવા હોય છે.

યુસીએલએ ફીલ્ડીંગ સ્કૂલ ઓફ પબ્લીક હેલ્થમાં એનવાયરનમેન્ટલ હેલ્થ સાયન્સ વિભાગના પ્રોફેસર ચીફાંગ ઝુ કહે છે કે પોપકોર્નના પેકેટને જયારે માઇક્રોવેવમાં ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાંથી ફાઇન અને અલ્ટ્રાફાઇન પાર્ટીકલો છૂટા પડે છે જેનાથી આરોગ્ય વિષયક જોખમો ઉભા થાય છે તેનાથી ફેફસાના રોગો થઇ શકે છે તેણી કહે છે કે આવા તૈયાર પેકેટને ફરીથી ગરમ કરીને ખાવા કરતા આપણી જાતે ઘેર ફોડેલા પોપકોર્ન ખાવા વધુ ફાયદાકારક છે. (ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(3:35 pm IST)