Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

વોટ્સએપ પરથી ડીલીટ થયેલા મેસજ કઇ રીતે વાંચી શકશો ?: આપનાવો કેટલીક ટેક્નિક : ફરીવાર સંદેશ થઇ શકાશે રિકવર

ફક્ત વોટ્સઅપ જ નહી પરંતુ હેંગઆઉટ, એસએમએસ અને બીજા નોટિફિકેશન્સને જોઇ શકાય છે

નવી દિલ્હી :રોજિંદા જીવનમા ઉપયોગ કરતા વોટ્સઅપમાં આપણે ઘણા મેસેજ મોકલીએ અથવા રિસીવ કરીએ છીએ.તેમાંથી કેટલાક મેસેજ એવા હોય છે જે કામના હોય છે પરંતુ ભૂલથી ડિલેટ થઇ જાય છે જેથી ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર કોઇ મેસેજ મોકલે છે પરંતુ ઉતાવળ તે ડિલેટ થઇ જાય છે ત્યારે વોટ્સઅપ પરથી ડિલેટ કરવામાં આવેલા મેસેજને કેવી રીતે સરળતાથી વાંચી શકાય.?એ જાણવું રસપ્રદ બનશે

   જોકે, ડિલેટ કરેલા મેસેજ એંડ્રોઇડ સિસ્ટમના નોટિફિકેશન રજિસ્ટરમાં સ્ટોર હોય છે. જો તમે તેને ફરીથી વાંચવા માંગો છો તેના માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી 'નોટિફિકેશન હિસ્ટ્રી' નામની એપ ઇન્ટોલ કરવી પડશે. હવે તમારે આ એપમાં વોટ્સઅપમાં આવેલા મેસેજને વાંચવાની પરવાનગી આપવી પડશે. ફોટો અથવા મીડિયાને એક્સેસ કરવાની પરવાનગી આપવી પડશે. ત્યારબાદ નોટિફિકેશન હિસ્ટ્રી સેટિંગ્સ પહેલાં વોટ્સઅપ નોટિફિકેશનને પરવાનગી આપવી પડશે.

   આ એપની મદદથી તમે ડિલેટ મેસેજ વાંચી શકશો. તેમાં ફક્ત વોટ્સઅપ જ નહી પરંતુ તમારા હેંગઆઉટ, એસએમએસ અને બીજા નોટિફિકેશન્સને જોઇ શકાય છે. જોકે તેમાં કેટલીક શરતો લાગૂ છે. જેમ કે ફોનને રિસ્ટાર્ટ કરી દેવામાં આવતાં યૂઝર વોટ્સઅપના ડેલેટ મેસેજને વાંચી શકશે નહી 100 કેરેક્ટર બાદના મેસેજને તમે રિકવર કરી શકશો નહી. આ ટ્રિક ફક્ત એંડ્રોઇડ ડિવાઇસ માટે છે.

આ એપ દ્વારા વાંચી શકો છો મેસેજ

  1. ગૂગલ પ્લે સ્ટોરમાં જઇને Notisave સર્ચ કરો. Notisave એવી એપ છે જે તમારા બધા નોટિફિકેશન રેકોર્ડ કરે છે.
  2. Notisave ઇસ્ટોલ કરી ઓપન કરો
  3. પછી આ એપ તમને નોટિફિકેશન એક્સેસ કરવાની પરવાનગી માંગશે. ફોટો અને મીડિયા એક્સેસની પરવાનગી આપવી પડશે. 
  4. તમારી સમક્ષ ઘણી એપ્સના નોટિફિકેશન આવશે. તમે તેમાં ફ્ક્ત વોટ્સઅપ પસંદ કરી લો.
  5. ત્યારબાદ તમને શો ઓન સ્ટેટ્સ વિશે વોટ્સઅપ સિલેક્ટ કરી લો.
  6. ત્યારબાદ સેટિંગ્સમાં એપ્લિકેશન એઝ ડેટને ઓન કરી લો. હવે તમારા ડિલેટ કરેલા મેસેજ જોવા મળશે
(10:39 pm IST)