Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

'તમે મોડુ ના કરો જલ્દીથી બાળકો પેદા કરો' સર્બિયાની સરકારે દંપતિને કરી ખાસ અપીલ

યુરોપનાં સર્બિયા દેશમાં વસ્તી ન વધવાને કારણે સરકારમાં પરેશાની ઉભી થઈ છે. સરકાર દેશના બધા દંપતિને આજીજી કરી રહી છે કે “તમે મોડુ ના કરો જલ્દીથી બાળકો પેદા કરો” તેમજ બાળકોની સંખ્યા વધારવા માટે એક બીજો નારો પણ લગાવવામા આવે છે કે “ચાલો બાળકોનો કિલકિલાટ સાંભળીએ”. તેમજ ત્યાની મહિલાઓનુ એવુ કહેવુ છે કે અમારે નારાની જરૂર નથી પણ સહયોગ આપો.

સર્બિયામાંથી ઘણા લોકો દેશ છોડીને જતા રહે છે. ત્યાંનાં બાળકોની જો વાત કરીએ તો દર બે પરિવાર વચ્ચે 3 બાળકો જ છે. અને દર વર્ષે જન્મદર પણ ઘટતો જોવા મળે છે. આ દેશની વસ્તી ઘટીને 70 લાખે પહોંચી ગઈ છે.

સંયુક્ત રાષ્ટ્રનું એવુ અનુમાન છે કે 2050 સુધીમાં હજુ આ દેશની 15 ટકા વસ્તી ઘટી જશે. સરકારે એક નિયમ પણ બહાર પાડ્યો છે કે જ્યાં ઓછા બાળકો હોય ત્યાં મકાન પણ ઓછા માળ ધરાવતુ બનાવવામાં આવે. રાષ્ટ્રપતિ એલેક્જેન્ડર વૃકિકે કહ્યું કે એક અભ્યાસ પરથી એવું સાબિત થાય છે કે બે કે ચાર માળનાં મકાનમાં રહેતા લોકો વધુ બાળકો પેદા કરે છે. તેમજ બાળકોની દેખરેખ રાખવા માટે ત્યાની સરકારે ખાસ સરકાર પણ બનાવી છે.

(8:39 pm IST)