Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

આને કહેવાય વફાદારી: મકાન સળગી ગયું હોવા છતાં પણ આ શ્વાને તેની ચોકીદારી કરી ફરજ બજાવી

નવી દિલ્હી: ઉત્તર કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગ લાગવાના બનાવને એક મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે, ત્યારે એક અચરજ પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આગમાં રાખ થઈ ગયા છત્તાં શ્વાન પોતાના ક્ષતિગ્રસ્ત મકાનની રખેવાળી કરતું હોય છે. મેડિસન નામનો આ શ્વાન મહિના બાદ પણ પોતાના ક્ષતિગ્રસ્ત મકાનમાં રહીને તેની ચોંકી કરતુ હતું.

આ મકાનની માલિક એન્ડ્રિયા ગેલાર્ડ આ સપ્તાહે પેરેડાઈજ સ્થિત પોતાના ઘરે પહોંચી તો તે પોતાના શ્વાનને જોઈને ચોંકી ઉઠી હતી. ગેલોર્ડે ગત 8 નવેમ્બરે શહેરમાં આગ લાગ્યા બાદ પોતાનું ઘર છોડી દીધુ હતું. આ આગમાં 27 હજાર ઘરોનો નાશ થયો હતો. ગેલોર્ડે બચાવ ટીમના કર્મચારીને મેડિસનની શોધખોળ કરવા જણાવ્યું હતુ, જે બાદ એનોટોલિયન શેફોર્ડ મિક્સ જાતિનો આ શ્વાન જોવા મળ્યો હતો.

(5:13 pm IST)