Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

પશ્ચિમ આફ્રિકામાં છોકરીઓને આકર્ષક બનાવવા રોજની ૧૬,૦૦૦ કેલરી ખવડાવવામાં આવે છે

ન્યુયોર્ક તા.૧૦: આફ્રિકાના કેટલાકં વિસ્તારોમાં છોકરીઓ શરીરે ભરાવદાર હોય તો જ પુરૂષોને બ્યુટીફુલ લાગી શકે છે એવું મનાય છે. એને કારણે છોકરીઓને અમુક ચોક્કસ ઉંમર પછી પરાણે અતિશય વધુ માત્રામાં ખવડાવવામાં આવે છે. બ્રિટિશ ટેલિવિઝન પ્રોગ્રામ ચેનલ ૪ પર પશ્ચિમ આફ્રિકાના આ વિચિત્ર ટ્રેન્ડ પર એક ડોકયુમેન્ટરી બનાવવામાં આવી છે જેને કારણે વર્ષો જુની આ પરંપરા ફરી એક વાર ચર્ચામાં છે. છોકરીઓને જલ્દી પુખ્ત બનાવી દેવા તેમજ તેમના શરીરનો ઝડપથી વિકાસ થાય એ માટે તેમને રોજ અધધધ કહેવાય એટલું ખવડાવવામાં આવે છે. છોકરીઓ ૧૧ વર્ષની થાય એટલે તેમને બે મહિના માટે અકરાંતિયાની જેમ ભોજન કરવું પડે છે. કિલોના હિસાબે પોરિજ, ઊંટડીનું દૂધ અને ધાન્યની ખીચડી જેવું ભોજન ખવડાવવામાં આવે છે. એક દિવસમાં અંદાજે ૧૬,૦૦૦ જેટલી કેલરી કિશોરીઓને ખવડાવવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં આ ઉંમરે છોકરીઓ ૧૫૦૦ થી ૨૦૦૦ કેલરી જેટલું ભોજન લઇ શકતી હોય છે. પરંતુ અહીં તેમને ક્ષમતા કરતાં દસગણું ખવડાવવામાં આવે છે. બ્રેકફાસ્ટમાં ૩૦૦૦ કેલરી, લંચમાં ૪૦૦૦ કેલરી, સ્નેકસમાં ૨૦૦૦ કેલરી અને ડિનરમાં ૯૦૦૦ કેલરી એમ માણસનું પેટ ફાટી જાય એટલું ખૂબ ફોર્સફુલી છોકરીઓનાં મોંમાં ઠૂંસવામાં આવે છે. આટલી બધી કેલરી એટલે કેટલું ખાવાનું થાય એ સમજવું હોય તો તમે ૩૦ ચીઝ બર્ગર સાથે તેમના કુલ ભોજનની સરખામણી કરી શકો છો. ૧૨-૧૨ વર્ષની છોકરી જો એકસામટાં ૩૦ ચીઝ બર્ગર રોજ ખાય તો તેની હાલત શું થાય? જો કે આ સમાજ એવું કંઇ સમજતો નથી. અહીં તો એક જ માન્યતા છે કે પાતળી અને નાજુક છોકરીઓ પુરૂષો માટે અટ્રેકિટવ નથી હોતી. એને કારણે બે મહિના સુધી તેમને ચરબીવાળું અને કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર ખવડાવવામાં આવે છે.

(12:09 pm IST)