Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

એલચી ખાવાથી પાચનતંત્ર થાય છે મજબુત

એલચીનો ઉપયોગ મોટા ભાગના લોકો ખોરાક અને ચાનો સ્વાદ વધારવા માટે કરે છે. એલચી આ ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

પાચનતંત્ર મજબુત : નબળુ પાચનતંત્ર પેટ સંબંધી કેટલીય સમસ્યાઓને નિમંત્રણ આપે છે. ત્યારે સ્વાસ્થ રહેવા માટે એલચીનું સેવન કરો. એલચીમાં રહેલ ગુણ કબજીયાતથી રાહત અપાવવાની સાથે પાચનતંત્રને મજબુત કરે છે.

મોઢામાં ચાંદા પડવા : મોઢામાં વારંવાર ચાંદી પડવાની સમસ્યાથી હેરાન છો, તો મોટી એલચીના દાણાને ઝીણુ પીસીને તેમાં મિશ્રીનો પાવડર નાખી ચાંદા પર લગાવો. તેનાથી ફાયદો મળશે.

મોંની દુર્ગંધ દુર કરે : મોઢાની દુર્ગંધને દૂર કરવા માટે લોકો કેટલાય પ્રકારના માઉથ ફ્રેશનરનો ઉપયોગ કરે છે. પરંતુ, તેનાથી પણ જો કોઈ ફાયદો થતો નથી. ત્યારે મોઢામાં એેક એલચી રાખો. એલચી ખાવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.

ગળાની ખારાશ દૂર કરે : ગળુ ખરાબ હોય તો ગરમ પાણી સાથે ૧ લીલી એલચી, ૧ નાનો ટુકડો આદુ, ૧ લવીંગ અને ૩-૪ તુલસીના પાન સાથે ખાવુ. તેનાથી રાહત મળશે.

(9:54 am IST)