Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ચહેરા પર કુદરતી નિખાર લાવવા...

બધી છોકરીઓ પોતાના ચહેરાની સુંદરતામાં નિખાર લાવવા માટે પાર્લર જઈ મોંઘા-મોંઘા બ્યુટી ટ્રીટમેન્ટ કરાવે છે. પાર્લરમાં કરેલ બ્યુટી ટ્રીટમેન્ટ દ્વારા ત્વચાની સમસ્યાથી છૂટકારો મળી જાય છે. પરંતુ, ત્યારબાદ ફરી ત્વચા સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. તો હવે ઘરે જ તમારા ચહેરા પર લાવો કુદરતી નિખાર.

૧. જો તમારી ત્વચા પરની 'દાઝ'ની  સમસ્યા છે તો તુલસી અને ફુદીનાના પાંદડાની પેસ્ટમાં લીંબુનો રસ મિકસ કરી તમારા ચહેરા પર લાગવો. આ ફેશપેક લગાવવાથી આ સમસ્યા દૂર થઈ જશે.

૨. તમારી ત્વચામાં સુંદર નિખાર લાવવા માટે બદામ અને પપૈયાની પેસ્ટમાં થોડી હળદર મિકસ કરી તમારી ત્વચા ઉપર લગાવો. જ્યારે તે સૂકાઈ જાય તો તેને નવશેકા પાણીથી ધોઈ લો. આ વ્હાઈટનીંગ ફેશ માસ્ક લગાવવાથી તમારા ચહેરા પર સુંદર નિખાર આવશે.

૩. તમારા ચહેરાને કલીન કરવા માટે પપૈયાની સૂકી છાલના પાવડરમાં નારિયેળ તેલ મિકસ કરી ચહેરા પર લગાવો. હવે હળવા હાથે ચહેરા પર સ્ક્રબ કરો. ત્યારબાદ સાફ પાણીથી ધોઈ લો.

૪. સુંદર અને મુલાયમ ત્વચા મેળવવા માટે મુલ્તાની માટીમાં જૈતુનનું તેલ અને ગુલાબ જળ મિકસ કરી તમારા ચહેરા પર લાગવો.

૫. જો તમે ડાર્ક સર્કલની સમસ્યાથી છુટકારો મેળવવા ઈચ્છો છો, તો બદામના તેલમાં મધ, કાકડી અને બટેટાનો રસ મિકસ કરી આંખોની નીચે લગાવો.

 

(9:46 am IST)