Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ઓફિસવર્સ બાદ બોસના આદેશથી પરેશાન થતા હજારો કર્મચારીઓને મળી હવે રાહત

નવી દિલ્હી: ઓફિસમાં કામના કલાકો બાદ પણ બોસના આદેશોથી પરેશાન થતા હજારો કર્મચારીઓને યુરોપના દેશ પોર્ટુગલની સરકારે રાહત આપી છે. આ દેશમાં હવે એક કાયદો બનાવવામાં આવ્યો છે અને આ કાયદા પ્રમાણે ઓફિસના કામના કલાકો પહેલા અથવા કામના કલાકો પછી જો કોઈ બોસ પોતાના કર્મચારીને કામ માટે ફોન કોલ કરશે અથવા મેસેજ કે ઈ મેઈલ કરશે તો તેવા બોસને સજા મળશે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે પોર્ટુગલ સંસદે આ કાયદાને મંજૂરી આપી છે અને કંપનીઓને આદેશ આપ્યો છે કે, જો ઓફિસ અવર પછી અથવા તો વીક એન્ડમાં કર્મચારીઓને કોઈ કોલ કે મેસેજ કર્યો છે તો તેમને દંડ પણ ફટકારવામાં આવશે. કોરોનાકાળમાં વર્ક ફ્રોમ હોમનુ કલ્ચર વધી ગયુ હોવાથી સત્તાધારી પાર્ટી દ્વારા નવો લેબર લો અ્મલમાં મુકાયો છે.આ કાયદા હેઠળ વર્ક ફ્રોમ હોમ હેઠળ ઘરેથી કામ કરતા કર્મચારીઓને લાઈટ અને ઈન્ટરનેટનુ બિલ પણ કંપનીઓએ ચુકવી આપવુ પડશે.

(6:09 pm IST)