Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

સીરિયન દળોએ ઇઝરાયેલની મહત્ત્વની મિસાઇલ ટેકનોલોજી રશિયાને હવાલે કરી

દમાસ્કસઃ ઇઝરાયેલની મિસાઇલ ડેવિડ સ્લીંગ સીરિયન દળો દ્વારા મેળવીને તેને રશિયનને સુપરત કરાઇ હતી. ઇઝરાયેલની મિસાઇલ અન્ય મિસાઇલ હુમલાને આકાશમાં ખાળી શકે તેવી ક્ષમતા ધરાવે છે. તે મળી આવતા સીરિયાએ તેને રશિયાને સુપ્રત કરી હતી. જેનો ઉપયોગ રશિયા હવે નવી ટેકનોલોજી માટે કરશે. જે એક ગંભીર ખતરા સમાન છે.

ઇઝરાયેલના સૂત્રોએ કહ્યું કે આ મિસાઇલ ર૦૧૮ મા છોડાઇ હતી જે સીરિયાના  વિસ્તારોમાં પડી હતી. જે અન્ય મિસાઇલને હવામા નિશાન બનાવવાનું ચુકી જતા સીરિયાના ક્ષેત્રમાં પડી હતી.  રીપોર્ટ મુજબ  ઇઝરાયેલ અને અમેરિકાએ  રશિયાને આ મિસાઇલ પરત કરવા વિનંતી કરી છે.

(1:29 pm IST)