Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

સીરિયાના ઇદલિબમાં રશિયાનો હવાઇ હુમલોઃ પ નાગરિકોના મોત

ઇદલિબઃ સીરિયાના ઇદલિબમાં ડી. એસ્કેલેશન ઝોન (શાંત વિસ્તાર) માં આવેલા રહેણાક વિસ્તારોમાં રશિયા દ્વારા કરવામાં આવેલા હવાઇ હુમલામા પાંચ નાગરિકોના મોત નીપજયા છે. આ જાણકારી શુક્રવારે સીરિયન નાગરિક સરંક્ષણ એજન્સી વ્હાઇટ હેલમેટસ દ્વારા આપવામાં આવી છે.  આ હવાલ હુમલામાં રામી ગામના ત્રણ જયારે મૌરીમિશન ગામના એક નાગરીકનંુ મોત નિપજયું છે.

સીરિયન ઓપોઝીશન્સ એરક્રાફટ અનુસાર રશિયાના લડાકૂ વિમાનોએ ગુરુવારે રાત્રે રામી, જિબાલા અને મહાશિમશાન નામના ગામોને નિશાન બનાવ્યા હતા.  ઇદલિબ પ્રાંતના કાફનબ્લ જિલ્લામાં આવતા ગામોને ર૦૧૮ના ઉતરાર્ધમાં તુર્કીના રશિયા સાથેના  કરારમાં શાંત વિસ્તારો તરીકે વર્ણવવામાં આવ્યા હતા.

(1:28 pm IST)