Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ઇક્વાડોરમાં હિંસક પ્રદર્શન દરમ્યાન 700 લોકોની ધરપકડ કરવામાં આવી

નવી દિલ્હી: ઇક્વાડોરમાં ઈંધણ સબસીડી સમાપ્ત કરવાના સરકારના નિર્ણયની વિરુદ્ધ હિંસક પ્રદર્શન દરમ્યાન ધરપકડ કરવામાં આવેલ લોકોની સંખ્યા વધીને 700એ પહોંચી ગઈ છે. રાષ્ટ્રપતિના સહયોગી જુઆલ સેબેસ્ટિયન રોલ્ડને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લગભગ 700 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

                એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષની સાથે ઇક્વાડોરના સહાયતા સમજોતા હેઠળ ઇંધણ સબસીડી પૂર્ણ કરવા માટે રાષ્ટ્રપતિ લેનિન મોરોનેના નિર્ણય પછી ઓક્ટોબરની શરૂઆતમાં જ વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યો હતો.

(6:07 pm IST)
  • અમરેલીના સરોવડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ access_time 3:51 pm IST

  • જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ access_time 3:51 pm IST

  • દિલ્હી-એનસીઆરમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે : પ્રદુષણ-પર્યાવરણ નિયંત્રણ બોર્ડે 15મી ઓક્ટોબરથી ગ્રૅન્ડેડ રિસ્પોન્સ પ્લાન લાગુ કરવા નિર્ણંય કર્યો : 15મી ઓક્ટોબરથી 15 માર્ચ સુધી લાગુ રહેશે : આ સમય દરમિયાન ડીઝલ જનરેટરનો વપરાશ કરી શકાશે નહીં : બોર્ડે 15 ઓક્ટોબર સુધીમાં રસ્તાના ગાબડાં ભરવા પણ આદેશ કર્યો access_time 1:12 am IST