Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ સારૂ રાખે છે એક ચમચી જીરૂ

શાક હોય કે પરોઠા, કે કોઇ પણ ડીશ હોય, જો તેમાં જીરૂ નાખવામાં ન આવે તો સ્વાદ અધુરો રહે છે. સ્વાદની સાથે જીરાના અનેક ફાયદા છે.

જે લોકોનો વજન વધારે હોય છે અને તેને ઉઠવા-બેસવામાં મુશ્કેલી થતી હોય છે. તેના માટે જીરૂ એક રામબાણ ઇલાજ છે. દરરોજ એક ચમચી જીરૂ ખાવાથી ફેટ ઓછુ થાય છે. જીરામાં મેગ્નેશિય, કેલ્શિયમ, ઝિંક અને ફોસ્ફરસ ભરપુર માત્રામાં હોય છે. ઉપરાંત જો તમે જીરાનો પાઉડર બનાવી ઘરમાં રાખો છો અને તેનુ  દરરોજ સેવન કરશો, તો તમારૂ શરીર પાતળુ થવાની સાથે કેટલીક બીમારીઓ પણ શરીરથી દુર રહેશે.

દરરોજ તેનુ સેવન કરવાથી વધારાનું ફેટ બહાર નીકળી જાય છે. એ વાતનું ધ્યાન રાખવુ કે જીરાનંુ ચૂર્ણ લીધા બાદ એક કલાક સુધી કંઇ ખાવું નહી.

જીરાનું ચૂર્ણ બનાવવા માટે શેકેલી હીંગ, સંચર અને જીરાને સરખા પ્રમાણમાં મિકસ કરો. દિવસમાં દહીંમાં એક થી ત્રણ ગ્રામ મિકસ કરી ખાવાથી મોટોપો દુર થાય છે. તેના સેવનથી શરીરમાં બ્લડ સર્કુલેશન વધી જાય છે અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.

ધ્યાન રાખવું કે દહીંનું સેવન કર્યા બાદ કંઇ પણ ખાવુ નહી. જો કોઇ ધુમ્રપાન કરે છે, તો તેને પોતાની આદત છોડવી પડશે. રાતે જમ્યાના બે કલાક બાદ તેનું સેવન કરવું.

જીરૂ પાચન તંત્રને સારૂ બનાવે છે અને તમારા શરીરમાં ઉર્જા વધારે છે. મેટાબોલિઝમનું સ્તર પણ તેજ થાય છે.

(10:49 am IST)