Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

અમેરિકી સુરક્ષા બળોની તરફથી કરવામાં આવેલ હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનના સાત નાગરિકોના મોતથી ચકચાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના મેદાન વરદક પ્રાંતમાં અમેરિકી સુરક્ષા બળોની તરફથી કરવામાં આવેલ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા સાત નાગરિકો મોતને ભેટ્યા છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હવાઈ હુમલો રવિવારના સાંજના સમયે થયો હતો જ્યારે ગામમાં એક નિવાસી પોતાનું અંગત વાહન લઈને જઈ રહ્યો હતો. 

         વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આતંકવાદી સંગઠન લાઈનમાં તાલિબાન અને અમેરિકાની વચ્ચે શાંતિ સમજોતા માટે અંતિમ બેઠક ચાલી રહી છે, અને આ વાતને ધ્યાનમાં રાખીને આ હુમલો થયો હોવાની આશંકા જણાઈ રહી છે.

(6:18 pm IST)