Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

લીબિયામાં સતત ત્રણ દિવસથી ચાલી રહેલ હવાઈ હુમલામાં 200થી વધુ જવાનોના મોતથી અરેરાટી

નવી દિલ્હી: લીબિયાના પૂર્વમાં આવેલ વિદ્રોહીઓની સેનાએ દાવો કર્યો છે કે રાજધાની ત્રિપોલીના એક દક્ષિણમાં ત્રણ દિવસમાં સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત સુરક્ષાબળના 200થી વધુ જવાનોના મોત નિપજ્યા છે.  છેલ્લા ત્રણ દિવસમાં હવાઈ હુમલામાં અને જમીનની લડાઈ સહીત વિભિન્ન સૈન્ય અભિયાનોમાં સરકારી સુરક્ષા બળના 200થી વધુ જવાનોના મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે.

        મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ત્રણ દિવસથી ચાલી રહેલ હવાઈ હુમલામાં 200સૈનિકોના મોત ઉપરાંત સેકેડો સૈનિકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું પણ જાણવામાં આવી રહ્યું છે.

(6:17 pm IST)