Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

આ ભાઇની દાઢીમાં છે ૩પ૦૦ ટૂથપિકસ

આપણે ત્યાં કહેવત છે કે ચોર કી દાઢી મેં તિનકા. જોકે અમેરિકાના વોશિંગ્ટન રાજ્યના લેસી ટાઉનમાં રહેતા જોએલ સ્ટ્રેસર તો દાઢીમાં તિનકા ભરાવવામાં જબરા માસ્ટર છે. આ ભાઇએ દાઢીમાં પચાસ-સો નહીં, પુરી ૩પ૦૦ ટૂથપિકસ ભરાવવાનો ગિનેસ વર્લ્ડ રેકોડ્સસ્ર્ બનાવ્યો છે. આ કામ કરતાં ભાઇને ત્રણ કલાક અને ૧૩ મિનીટનો સમય લાગ્યો હતો. એટલીબધી ટૂથપિકસ ભરાવી દીધી છે કે એને કારણે તેની દાઢીનો એક વાળ પણ હવે જોઇ શકાતો નથી.

(3:22 pm IST)