Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

લંડનની ટ્રેનમાં બેસીને આ ભાઇએ કપડાં ધોયાં ને સૂકવ્યા પણ ખરા

લંડન તા. ૧૦: જાહેર સ્થળોએ તમે કંઇક વિયર્ડ બિહેવ કરો તો લોકો તમને કેવા ઘૂરીને જોવા કરે? ર૯ વર્ષના એલ્વિન મેન્સાહ નામના કોમેડિયનને કદાચ એ બહુ ગમે છે એટલે તેણે લંડનની ભરચક ટ્રેનમાં જાતે તે કપડાં ધોતો હોય એવો સીન ક્રીએટ કર્યો હતો. ભાઇસાહેબ પોતાની સાથે કપડાં ધોવા અને સુકવવાનો બધો જ સામાન લઇને નીકળ્યા હતા. એક પ્લાસ્ટિકની નાની બકેટ તેની પાસે હતી. બીજી એક પ્લાસિટકની થેલીમાં તેણે બે લિટર પાણીની બોટલ ભરેલી હતી અને સાથે મોટું ડિટર્જન્ટનું બોકસ પણ હતું. ભાઇએ પહેલાં બકેટમાં પાણી નાખ્યું, પછી ડિટર્જન્ટ નાખયો અને પોતાની ઝોળીમાંથી એક ટી-શર્ટ પણ કાઢયું. લિટરલી આ ભાઇએ બકેટમાં એ શર્ટ બોળ્યું, મસળ્યું અને પછી એમ જ સાબુ સાથે નિચોવી નાખ્યું. આટલું જોઇને જો તમે આઘાત પામ્યા હો તો હજી બીજો આંચકો બાકી છે. તેણે એક ફોલ્ડ થઇને રાખી શકાય એવું કલોથ-ડ્રાઇંગ સ્ટેન્ડ પણ કાઢયું અને ખોલીને. એની પર પેલી ટી-શર્ટ સૂચકવી દીધી. એ પછી તેમણે બચેલું વધારાનું પાણી કાઢયું અને ફરી બીજું કપડું ધોવાનું શરૂ કર્યું. ભાઇએ લોકોના રિએકશન નોંધવા માટે જ આ પ્રેન્ક કર્યો હતો. પરંતુ તે જે સહજતાથી કરતો હતો એ એકદમ સાચકલું જ લાગતું હતું.

(11:26 am IST)