Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

અંજીર ખાવાના છે સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ

અંજીરને અંગ્રજીમાં ફીગ કહેવામાં આવે છે. યુનાન દેશોમાં આને ગરમ પદાર્થ માનવામાં આવે છે. પણ આયુર્વેદમાં આને ઠંડી ઔષધી માનવામાં આવે છે. અંજીર અફઘાનિસ્તાનના કાબુલમાં વધારે થાયછે આના ઝાડ લગભગ ૪.૫ થી ૫.૫ મીટર ઊંચા હોય છે.

 આમાંથી તમને કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન-સી, આયર્ન, મેગ્રેશિયમ, ફાઈબર, વિટામીન-બી ૬, કોપર, મેંગેનીઝ અને પેન્ટેનાઈક એસિડ મળી આવશે જ અનેક રોગો મટાડવા માટે ઉપયોગી છે.

 મોઠામાં પડેલ છાલા દુર કરવા માટે અંજીરનો રસ ઉપયોગી છે.

 ઠંડીમાં આને ખાવાથી શરીરમાં ગરમી ઓછી લગશે.

 એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અંજીર શરીરમાંથી મળી આવતા હાનીકારક તત્વોને બહાર કાઢે છે. જે હૃદયના વિકાસ માટે નડતરરૂપ ગણાય છે.

 ઓછુ પોટેશિયમ અને વધારે સોડિયમ લેવલના કારણે હાયપરટેન્શન થાય છે. અંજીરમાં પોટેશિયમ ઓછુ અને સોડિયમ વધારે હોય છે. તેથી જ આ હાયપરટેન્શનની સમસ્યાથી તમને બચાવશે.

 અંજીરમાં કેલ્શિયમ ખુબ વધારે હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે.

 ડાયાબીટિસના રોગોમાં અન્ય ફળોની તુલનામાં અંજીરના સેવનથી વિશેષ લાભ થાય છે.

 અમુક લોકોને ખુબ જ થકાન મહેસુસ થતી હોય છે, તેવા લોકોએ આનું સેવન કરવું જોઈએ.

 સ્ત્રીઓમાં સ્તન કેન્સરનો ખતરો વધારે હોય છે, જો આનાથી તમારે બચવું હોય તો અંજીરનું સેવન કરવું

 અંજીરને દૂધમાં ઉકાળીને સવારે સાંજે પીવાથી યૌનશકિત વધે છે.

 

(9:48 am IST)