Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

આતંકવાદથી લડવામાં ચીન પાકિસ્તાનની મદદ કરશે

નવી દિલ્હી: ચીનમાં ઉઈગર મુસ્લિમોને 'દેશભક્ત' અને 'વફાદાર' બનાવવા માટે સરકારે ખાસ ટ્રાન્સફોર્મેશન કેમ્પ ખોલ્યા છે. આ કેમ્પ ઉઈગર મુસલમાનોને ચીનની સરકાર અને ત્યાંની કોમ્યુનિસ્ટ પાર્ટી પ્રત્યે વફાદાર બનાવવા માટે ખોલવામાં આવ્યાં છે. તેમાં અલ્પસંખ્યક મુસલમાનોને જબરદસ્તીથી પકડીને લાવવામાં આવી રહ્યાં છે. ઓછામાં ઓછા બે મહિના માટે રાખવામાં આવી રહ્યાં છે. સરકારનું કહેવું છે કે અહીં ચીની ભાષા શીખવા, કાયદાનો અભ્યાસ અને રોજગારી માટે તાલિમ આપવામાં આવી રહી છે. પરંતુ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાનું કહેવું છે કે સરકાર ઉઈગર મુસ્લિમોની સાંસ્કૃતિક ઓળખ ખતમ કરવા માટે તેમના પર જબરદસ્તીથી અત્યાચાર કરી રહી છે.

(5:07 pm IST)