Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ચા કે કોફી? શું છે વધુ સારુ, આખરે ડઆવી ગયો જવાબ

નવીદિલ્‍હી, તા.૧૦: કોફીના ચાહકો હંમેશા આ શું બેસ્‍ટ છે તેના અંગે વિવાદ ચાલતો જ હોય છે. જોકે બંને પીણાંમાં કેફીનું તત્‍વ હોય છે અને જેના વધુ પ્રમાણથી ચોક્કસ નુકસાન થાય છે. પરંતુ પ્રમાણમાં લેવાથી બંનેના ફાયદા પણ છે. જેના કારણે બંને એકબીજાથી અલગ પડે છે. પણ તેમ છતા તમારા ફેવરીટ પ્રત્‍યેનો પૂર્વાગ્રહ એકબાજુ રાખીને જો તમારે જાણું હોય કે બંનેમાંથી શું વધુ સારુ છે તો તેનો જવાબ તમારી પાસે નહીં હોય પણ અહીં અમને તમને જણાવી દઈએ.

જો ઊંઘની વાત કરવામાં આવે તો યુ.કે.ની સૂરે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ એક સંશોધન અભ્‍યાસમાં જાણવામાં મળ્‍યું કે એક કપ કોફી પીતા લોકો અને એક કપ ચા પીતા લોકોમાં ચા પીવાવાળાને રાત્રે વધુ સારી ઊંદ્ય આવે છે. જયારે કોફી પીતા લોકોને ઊંઘ આવતી નથી. તેથી આ મામલે ચા વિજેતા સાબિત થાય છે.

આમ તો બંને પીણાં તમારા દાંતની સફેદી માટે શ્રાપરુપ જ છે. તેમ છતા બંનેમાથી કોણ વધુ નુકસાન કરે છે તો નિષ્‍ણાંતોના જણાવ્‍યા પ્રમાણે ચામાં રહેલ રંગદ્રવ્‍ય તમારા દાંતના ઉપરના પડને સૌથી વધુ નુકસાન કરે છે. તેથી જો દાંતની સુંદરતાની વાત કરવા માં આવે તો કોફી વિજેતા છે.

ચા અને કોફી પૈકી નિષ્‍ણાંતો માને છે કે ચા પીવાવાળા વ્‍યક્‍તિ વધુ સારી રીતે તેમના જીવનમાં આવતી મુશ્‍કેલીનો સામનો કરી શકે છે. જયારે કોફી પીવાવાળા વ્‍યક્‍તિઓને લાંબા સમય સુધી માનસિક થાક લાગતો નથી અને તેઓ માનસિક રીતે મજબૂત રહે છે.

ચા અને કોફીના આશ્ચર્ય જનક આરોગ્‍ય વિષયક ફાયદા જોવા મળ્‍યા છે. જેમાં હૃદયને લગતું આરોગ્‍ય પણ એક છે. જોકે જયાં સુધી હૃદયના આરોગ્‍યની વાત આવે છે કોફી ચા કરતા વધુ ફાયદો કરે છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે ચા નુકસાન કરે છે. ફાયદો કરે છે પણ ઓછો.

જે લોક રોજ ચા પીવે છે તેમના હાડકાની મજબૂતી વધુ મજબૂત હોય છે જેના કારણે હાડકા ગળવાની સમસ્‍યા નથી થતી. જયારે બીજી તરફ કોફી પીવાવાળા વ્‍યક્‍તિઓના હાડકા પર નેગેટીવ અસર પડે છે. તેથી તેમને ઓસ્‍ટીયોપોરોસિસ એટલે કે હાડકા ગળવાની બીમારી થઈ શકે છે.

જો પૂર્વાગ્રહ મુકીને બોલો તો કોફી અને ચા પૈકી, ચા જ આરોગ્‍યપ્રદ ડ્રિન્‍ક તરીકે વધુ ગુણ લઈ જાય છે. આમ તો બંને ડ્રિંક તમારા ડાયેટના પાર્ટ હોઈ શકે છે પણ તમે જેને પણ વિકલ્‍પ તરીકે પસંદ કરો તેને બનાવવાની અને પીવાની પણ યોગ્‍ય રીત પસંદ કરશો તો જ ફાયદો મળશે. નહીંતર ડાયાબિટીઝથી લઈને ચરબી વધવી અને એસેડિટી સુધીની બિમારી થઈ શકે છે.

(4:39 pm IST)