Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

લાઇવ ટીવી-શોમાં ટેસ્લાના ચેરમેને ચરસ પીધો, શેરના ભાવમાં ૧૦ ટકાનો ઘટાડો

ન્યુર્યોક, તા.૧૦: અમેરિકામાં ટેસ્લા કંપની ઇલેકિટ્રક કાર બનાવે છે. કંપનીના માલિક અને ચેરમેન એલન મસ્ક તેમની અતરંગી લાઇફ સ્ટાઇલને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. ગયા ગુરૂવારે તેમણે અમેરિકન કોમેડિયન જો રોગનના શોમાં હાજરી આપી હતી અને આ શોમાં તેમનો ઇન્ટરવ્યુ અઢી કલાક ચાલ્યો હતો. આ પોડકાસ્ટ શોમાં તેમણે ચરસ પીધો હતો અને વ્હિસ્કીના ઘૂંટ પણ લગાવ્યા હતા. ઇન્ટરનેટ પર આ શો લાઇવ હતો. એક તરફ કંપનીને પબ્લિક લિમિટેડમાંથી પ્રાઇવેટ લિમિટેડ બનાવવાની વાત કરીને તેમણે યુ ટર્ન લીધો હોવાથી શેરના ભાવમાં નવ ટકાનો ઘટાડો આવ્યો હતો ત્યારે ફરીથી એલન મસ્કની ટીવી-શોમાં હરકતોને કારણે ફરી શુક્રવારે શેરના ભાવમાં ૧૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ૨૦૧૬ બાદ પહેલી વાર ટેસ્લા કંપનીના શેરના ભાવ ૨પ૨ ડોલરની સપાટી સુધી નીચે આવી ગયા હતા. કંપનીના બે સિનિયર અધિકારીઓએ રાજીનામાં આપી દીધાં છે અને એના પરિણામે ગઇ કાલે એલન મસ્કે કંપનીના ટોચના અધિકારીઓની જવાબદારીઓમાં ઘરખમ ફેરફાર કરી દીધા હતા.

(4:30 pm IST)