Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

આ ડોગીએ બનાવેલાં પેઇસ્ન્ટંગ ૧૫,૦૦૦ રૂપિયામાં વેચાય છે

અમેરિકાના નોર્થ કેરોલિનાની શાલોટ સિટીમાં રહેતી ઓસ્ટ્રેલિયન શેફર્ડ પ્રજાપતિની આઇવી નામની ડોગી જબરી ટલેન્ટેડ છે. તેની માલિકણ લીઝા કાઇટે આઇવીને મોમાં બ્રશ પાકડીને પેઇન્ટ કરતાં શીખવ્યું છે. પહેલાં લીઝા અમુક શેપ્સ દોરતી અને આઇવી પેઇન્ટ બ્રશ દ્વારા એની નકલ કરતી હતી.એમ કરતાં-કરતાં ડોગીને પોતાને જાત જાતનાં રંગો વડે ચીતરામણ કરવાની મજા આવવા લાગી. હવે તો તે દર અઠવાડિયે એક વાર પેઇન્ટિંગ કરે છે. એ દિવસે તે મોમાં પીછી ભરીને મનફાવે એવું ડ્રોઇંગ કેન્વસ પર કરે છે અને એમાંથી માલિકણ લીઝા જાતજાતની થીમ અને ભાવોનું નિરૂપણ કરતું લખાણ તૈયાર કરે છે. તેના ચિત્રો ૨૫૦ ડોલર એટલે કે લગભગ ૧૫૦૦૦ રૂપિયામાં વેચાય છે. અને એ રકમ એનિમલ્સ માટેે કામ કરતી ચેરિટી-સંસ્થાઓને દાન કરવામાં આવે છે.

(4:30 pm IST)