Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ઘરના જૂનાં વાસણોની ડિઝાઇન જેવાં ટેટૂ બનાવવાનો ટ્રેન્ડ

જુના દિવસોમાં જે કર્યુ, જે વાપર્યુ એ યાદ કરીને નોસ્ટોલ્જિક ફીલ કરવાની મજામાંથી તામજેતરમાં એક નવો  ટેટુ-ટ્રેન્ડ વિકસ્યો છે. આ ટ્રેન્ડમાં  લોકો પાઇસેેસ પેટર્ન ધરાવતી ડિઝાઇનો પોતાના શરીરે ચીતરાવે છે. પાઇસ્ેકસ એ ડિશવેર બ્રેન્ડ છેજે ૧૯૦૦ ના પહેલા દાયકામાં લન્ચ થયેલી. ૧૯૪૦ અને ૧૯૫૦ ના દાયકામાં એ પશ્ચિમના દેશોમાં દરેક ઘરની શાન સમાન વાસણની ટ્રેન્ડ કહેવાવા લાગી હતી. આ વાસણો પર મોટા ભાગે ફલાવર્સ, પંખી,અતંગિયા અને એબ્સટ્રેકટ ડિઝાઇન દોરવામાં આવતા હતાં. હવે તો આ વાસણો વિન્ટેજની કેટેયરીમાં આવે એટલાં જૂના થઇ ગયા છે. પણ હજીયે અનેક ઘરોમાં જોવા મળે છે. સોશયલ મીડીયા પર#pyrextattoo હેશટેગ સાથે લોકોએ પોતાના આવા ટેટુઝ લોકો સાથે શેર કરવાનું શરૂ કર્યુ છે. એક બહેને તો આવાં વિન્ટેજ બોલનો ખડકલો હાથ પર ચીતરાવ્યાં છે.

(4:29 pm IST)