Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ચોમાસામાં મેકઅપ ચહેરા પર ટકી રહે તેના માટે..

ચોમાસામાં વરસાદ કે પરસેવાથી મેકઅપ નીકળી જવાનો ભય રહે છે. અને જો મેકઅપ કરીને બહાર ગયા અને વરસાદ આવ્યો તો મેકઅપ ચહેરા પર રેલાય જાય છે અને ચહેરો ખરાબ દેખાય છે. તેથી ચોમાસામાં વોટરપ્રુફ મેકઅપ કરો. જે તમારા ચહેરા પર ટકી રહેશે. ભારતી તનેજાના બ્યુટી કલીનીકની મેકઅપ નિષ્ણાંત ગુંજન ગોરે મેકઅપ સંબંધી આ જાણકારીઓ આપી છે.

 ચોમાસામાં વોટરપ્રુફ મેકઅપનો ઉપયોગ કરવો જોઈએ. તમે ઈચ્છો તો 'ટુ-વે'  કોમ્પેકટ પાઉડર અને ફાઉન્ડેશનનો પણ ઉપયોગ કરી શકો છો. તેને તમે થોડા ભીના સ્પન્ચથી લગાવી શકો છો. અથવા સૂકા પાવડરની જેમ પણ લગાવી શકો છો.

 હંમેશા લિપસ્ટિક, મસ્કોરા અને લાઈનરના બે કોટ લગાવવા. જેથી તે વધારે સમય સુધી ટકી રહે.

 કોઈ પણ પ્રોડકટને ખરીદતી વખતે તેના વિશેની વિગત સારી રીતે વાંચી લેવી જોઈએ કે તે વોટરપ્રુફ છે કે નહિં? અને તે કેટલા કલાક સુધી તમારા ચહેરા પર ટકી રહેશે?

 પાઉડર બ્લશના બદલે તમે ફ્રીમ બ્લશનો ઉપયોગ કરી શકો છો. જો તમે થોડા વધુ કલર ઈચ્છો છો તો ક્રીમ બ્લશની ઉપર પાવડર બ્લશ લગાવો. જેથી તે તમારા ગાલ પર વધારે સમય સુધી ટકી રહેશે. જે તમારા ચહેરા પર ચમક અને કલરની સાથે સુંદરતા પણ વધારે છે.

(9:31 am IST)