Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

શું તમે પણ તમારા બાળકની સામે પત્નિ સાથે ઝઘડો કરો છો? તો સાવધાન...

બધા માં-બાપ પોતાના બાળકોને હથેળીમાં રાખે છે. તેની નાની-મોટી જરૂરિયાતોને પૂરી કરે છે. તેથી જ કહેવાય છે કે મા-બાપ ભગવાનનું સ્વરૂપ હોય છે. પરંતુ, મા-બાપની નાની-મોટી ભૂલો બાળકના માનસિક સંતુલન, તેની ખુશી અને આવનારા જીવન પર ખરાબ અસર પાડી શકે છે.

જ્યારે હંમેશા બાળકો પોતાના માતા-પિતાને ઝઘડતા જોવે છે. બાળકની વધતી ઉંમરમાં તેની સામે આવા દૃશ્યો ન લાવવા જોઈએ. કારણ કે તેના કારણે ભવિષ્યમાં તમારે તેનુ પરીણામ ભોગવવુ પડી શકે છે. એવુ માનવામાં આવે છે કે બાળક પોતાની વધતી ઉંમરમાં ઘણુ શીખે છે, સાંભળે છે અને તે જ બધુ પોતાના જીવનમાં ફોલો કરે છે. જો મા-બાપ પોતાના બાળકની સામે ઝઘડે તો તેનાથી બાળક પર ખરાબ અસરો પડી શકે છે.

બાળકનો સ્વભાવ ચિડચીડીયો થઈ જાય છે

માતા-પિતાને જ્યારે પણ બાળક ઝઘડતા જોવે છે, તો પહેલા તે સમજી શકતા નથી. પરંતુ, રોજે રોજ થતા આવા ઝઘડાના કારણે બાળકનો સ્વભાવ ચિડચીડીયો બની જાય છે. મા-બાપ પોતે જ બાળકની ખુશીઓ પર ગ્રહણ લગાવે છે.

વિશ્વાસ ઉઠી જવો

બાળક જ્યારે માતા અથવા પિતાના ખોળામાં હોય છે, તો તે પોતાનાથી વધારે વિશ્વાસ માતા-પિતા પર કરે છે. પરંતુ, જ્યારે બાળકોને રોજ રોજ માતા-પિતા ઝઘડતા દેખાય છે, તો તેનો વિશ્વાસ તૂટતો જાય છે. આજે એ જ કારણ છે કે બાળકો માતા-પિતાથી અલગ રહેવા માટે જાય છે.

માતા-પિતા પ્રત્યે ખોટી ભાવના

બાળકનો વિકાસ થતા તેનામાં સમજણશકિત આવે છે અને ધીમે-ધીમે બધુ સમજવા લાગે છે. તેનાથી બાળકના મગજમાં માતા-પિતા પ્રત્યે ખોટી ભાવના ઉત્પન્ન થવા લાગે છે.

ડરી-ડરીને જીવવુ

બાળકને માતા-પિતાનો ડર હોવો જોઈએ. જેનાથી તે જીવનમાં ખરાબ કામ ન કરી શકે. પરંતુ, અવાર-નવાર થતા માતા-પિતાના ઝઘડાને કારણે બાળક ડરી ડરીને જીવવા લાગે છે.

(9:30 am IST)