Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ઉત્તર કેરોલિનામાં 5.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ઉત્તર કેરોલિનામાં જોરદાર ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ 9 ઓગસ્ટે સવારે 5.1 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 5.1 નોંધાઇ છે. જો કે આંચકાથી કોઈને ઈજા પહોંચ્યા હોવાના અહેવાલ નથી , પરંતુ સ્પાર્ટામાં આવેલી ઇમારતોને થોડું નુકસાન થયું છે. રસ્તા પર તિરાડો પડી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ છેલ્લા 100 વર્ષોમાં સૌથી ઝડપી ભુકંપ છે. ભૂકંપના ચિત્રો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે , જેમાં જોઇ શકાય છે કે સુપર સ્ટોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

(5:40 pm IST)