Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

પાકિસ્તાનના ચમન શહેરમાં વિસ્ફોટમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મૃત્યુ

નવી દિલ્હી: પાકિસ્તાનના અફઘાનિસ્તાનની બોર્ડર પાસે આવેલા બલોચિસ્તાનના ચમન શહેરમાં હાજી નિદા માર્કેટમાં સોમવારે એક નિર્માણાધીન ઈમારતની પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેની જાણકારી પોલીસે આપી છે. એક્સપ્રેસ ટ્રિબ્યૂને પોતાના રિપોર્ટમાં કાયદા પ્રવર્તન એજન્સીઓનો હવાલો આપતા કહ્યું, ઈમ્પ્રૂવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈઝ (IED)ને શહેરના માલ રોડ વિસ્તારમાં એક મોટરસાયકલ પર લગાવવામાં આવ્યો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે પાસે આવેલી એક મિકેનિકની દુકાનમાં આગ લાગવાને કારણે દુકાન બળીને ખાક થઈ ગઈ હતી.

                   સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે, ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટની જવાબદારી હજુ સુધી કોઈ સમૂહ અથવા વ્યક્તિએ લીધી નથી.

(5:39 pm IST)