Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

મોરોગોરોમાં પેટ્રોલ ભરેલ ટ્રક પલ્ટી ખાતા 60ના મોત: 70 દાઝયા

નવી દિલ્હી: તાંઝાનિયાના મોરોગોરોમાં પેટ્રોલથી ભરેલી લારી પલટી ગયા બાદ આગ ભભૂકી ઉઠી હતી, જેમાં 60 નાં મોત અને અન્ય 70 લોકો દાઝી ગયા હતા. સ્થાનિક મીડિયાએ શનિવારે તેના વિશે માહિતી આપી.સિટીઝન તાંઝાનિયા અખબારના જણાવ્યા અનુસાર આ ઘટના મોરોગોરો શહેરમાં બની છે. મોરોગોરો રિજન કમિશનર સ્ટીફન કુવેબવેએ જણાવ્યું હતું કે પેટ્રોલથી ભરેલી લારી પલટી ગઈ હતી જેના કારણે પેટ્રોલ રસ્તા પર 100 મીટર દૂર ફેલાયું હતું.

(7:25 pm IST)