Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

આ રીતે મોનસૂનમાં સુંદરતાની રાખો દેખભાળ

વરસાદની સિઝનમાં આમ જીવવાની મજા આવતી હોય છે અને આ સિઝનમાં પોતાના સાથે કે સ્વજનો સાથે લોન્ગ ડ્રાઈવ પર પણ જવાની ખૂબ મજા આવે. પરંતુ, શું તમને ખબર છે કે મોનસૂનમાં તમારી સ્કીનની દેખભાળ રાખવું અત્યંત જરૂરી બની જાય છે કારણ કે આ સિઝન દરમિયાન બેકટેરીયલ ઈન્ફેકશન વધવાના  ચાન્સ અત્યંત વધી જાય છે. આ સિઝનમાં ત્વચા બેજાન થઈ જાય છે અને વાતાવરણને કારણે આ સિઝનમાં જ પિંપલ્સની પણ સમસ્યા થાય છે. જોકે આવું ન થાય અને તમારી સ્કીન એકદમ મસ્ત રહે એ માટે તમે કેટલાય ઘરેલું નુસ્ખા અપનાવશો તો પણ તમારી બેડો પાર થઈ જશે અને તમે આ રોમેન્ટિક મોસમમાં એકદમ પરફેટક લુક ધરાવશો. આ માટે સૌથી પહેલા તો એ ધ્યાન રખો કે જો તમે વરસાદમાં ભીંજાઈ ગયા હો તો ઘરના પાણીથી એકવાર ફરી ચહેરો ધોઈ નાખવો અને ડ્રાય નેપ્કીનથી ચહેરો લૂંછી નાખવો, જેથી વરસાદના પાણીથી બેકટેરીયલ ઈન્ફેકશન ન થાય. આ સિવાય ચોમાસા દરમિયાન એવા જ  ફેસવોશ યુઝ કરો, જેમાંના ઈન્ગ્રિડિયન સૌમ્ય હોય.

આ સિઝન દરમિયાન અઠવાડિયામાં એકવાર કલેન્ઝ કરવું અત્યંત મહત્વનું છે. આવું કરવાથી સિઝનને કારણે મૃત થતેલી કોશિકાઓ દુર થઈ જાય છે અને નવી કોશિકાઓનો વિકાસ થવા માંડે છે. આ કારણે ચહેરા પર ગ્લો છલકે છે અને તમો આપોઆપ સુંદર દેખાઓ છેો. તો વાળ માટે આ સિઝનમાં હોટ ઓઈલ મસાજ અત્યંત મહત્વનું બની જાય છે. કારણ કે ભીના થઈ જવાને કારણે વાળમાં ખોળો થવાની સંભાવના વધી જાય છે. વળી મૂળમાંથી પણ થે નબળા પડવા માંડે છે. આથી અઠવાડીયામાં એકવાર વાળના મૂળ સુધી હૂંફાળા તેલથી મસાજ કરવું. તેમજ જો વાળ વરસાદમાં ભીના થઈ જાય તો ટોવેલથી થપથપાવીને જ તેને સૂકા કરવા

(10:21 am IST)