Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો જીવલેણ હુમલો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના એક પ્રાંતીય રાજધાની શહેરમાં તાલિબાનના આતંકવાદીઓએ હુમલો કર્યો જેમાં ઓછામાં ઓછા એક અફઘાન સૈનિકનું મોત નીપજ્યું છે સંઘર્ષ હજુ પણ ચાલી જ રહ્યો છે પ્રાંતીય ગવર્નર પ્રવક્તા આરીફ નુરીએ જણાવ્યું હતું કે દેશના દક્ષિણ પશ્ચિમ શહેર ગજનીમાં ચલાવવામાં આવેલ આ લડાઈમાં એક અફઘાન સૈનિકનું મોત નીપજ્યું છે જયારે અન્ય સાતને ઇજા પહોંચતા તે ઘાયલ થઇ ગયા છે.પ્રવક્તાએ જણાવ્યું હતું કે નાગરિકોના ઘરમાં અને સૈન્ય ચેકપોસ્ટ પર ઘણા બધા હુમલા થયા હતા જેમાં ડઝનો તાલિબાન સૈનિકોના મૃતદેહ રસ્તા પર પડ્યા હતા.

(6:24 pm IST)