News of Friday, 10th August 2018

યુનાઇટેડ નેશન દ્વારા ગઠબંધનની સેનાના હવાઈ હુમલાની નિંદા કરવામાં આવી

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એટોનીયો ગુતેરેસે યમનની ઉતરી સાદા પ્રાંતમાં ગઠબંધન સેનાઓના હવાઈ હુમલાની જોરદાર નિંદા કરી છે આ હુમલામાં શાળાની બસમાં સવારના અનેક વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે સંયુક્ત રાષ્ટ્ર સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તે બધા પક્ષોને અપીલ કરે છે કે તે આંતરાષ્ટ્રીય માનવીય નિયમનું પાલન કરે અને કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહીમાં સાવધાની રાખે.

(6:23 pm IST)
  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST

  • યમનમાં બસ પર હવાઈ હુમલો :29થી વધુ બાળકોના મોત :30 ઘાયલ ;ઉતરી યમનમાં અશાંત વિસ્તારમાં આ હાવૈ હુમલો સાઉદી અરબના નેતૃત્વવાળા ગઠબંધન દ્વારા એક બસ પર કરાયો :આ ગઠબંધન હુથી વિદ્રોહી વિરુદ્દ લડતા યમન સરકારનું સમર્થન કરે છે :આ હુમલા સમયે બસ શાદ વિસ્તારના દહયાન બજારમાં પસાર થતી હતી access_time 12:57 am IST

  • અમદાવાદમાં NCBએ CTM વિસ્તારમાંથી 1.5 કરોડનું કોકેઇન ડ્રગ્સ ઝડપ્યું :273 ગ્રામ કોકેઈન સાથે નાઇઝીરિયન શખ્સની ધરપકડ:ડ્રગ્સ મુંબઈથી અમદાવાદ વેચવા લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું access_time 7:32 pm IST