Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

માણસના પંજા જેવું દેખાતું ૮ કિલો વજનનું બટાટું ઉગ્યું

મુંબઇ, તા. ૧૦ : બ્રાઝીલના મેલેરિયા ટાઉનમાં માર્લી અને પાઉલો નામના એક ખેડૂત દંપતિના ખેતરમાં માણસના પગના પંજા જેવું દેખાતું બટાટું ઉગ્યું છે. આ બટાટામાં પગના પંજાની આંગળીઓ પણ દેખાય છે. અંગૂઠાથી માંડીને આંગળીઓની સાઇઝ પણ પંજા જેવી જ લાગે છે. હા, એમાં માણસના પંજા કરતા વધુ એક આંગળી છે. નવાઇની વાત એ છે કે પંજાના શેપની સાથે એની હાઇટ પણ લગભગ ઘૂંટણ સુધી પહોંચે  એવી છે. માર્લી અને પાઉલો માત્ર પોતાના ઘરની જરૂરીયાત પૂરતા શાકભાજી ઘરની પાછળના ખેતરમાં ઉગાડે છે. લગભગ છ વર્ષથી તેઓ શાક ઉગાડે છે પણ કદી તેમને આવા શેપ અને સાઇઝનું બટાટું જોવા નથી મળ્યું. યુગલનું કહેવું છે કે આ બટાટું તેઓ વાપરશે નહીં, બલકે લકોોને જોવા માટે એ સાચવી રાખશે.

(3:37 pm IST)
  • યમનમાં બસ પર હવાઈ હુમલો :29થી વધુ બાળકોના મોત :30 ઘાયલ ;ઉતરી યમનમાં અશાંત વિસ્તારમાં આ હાવૈ હુમલો સાઉદી અરબના નેતૃત્વવાળા ગઠબંધન દ્વારા એક બસ પર કરાયો :આ ગઠબંધન હુથી વિદ્રોહી વિરુદ્દ લડતા યમન સરકારનું સમર્થન કરે છે :આ હુમલા સમયે બસ શાદ વિસ્તારના દહયાન બજારમાં પસાર થતી હતી access_time 12:57 am IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • એંજલીના જોલીએ પૂર્વ પતિ બ્રેડ પિટ્ને કોર્ટમાં ઘસેડ્યો :અમેરિકી અભિનેતા બ્રેડ પીટ અને અભિનેત્રી એંજલીના જોલી 2016માં લગ્ન બાદ અલગ થયા હતા :હવે એંજલીનાં જોલીએ બ્રેડ પર આરોપ મુક્યો કે તલ્લાકના કેસ દાખલ કર્યા બાદ પિત્ત તેના બાળકોનો ખર્ચ આપતો નથી :પીટે આરોપને ફગાવ્યા ;તેના વકીલે કોર્ટમાં કહ્યું એન્જલિનાને અત્યાર સુધીમાં પીટ 13 લાખ ડોલરથી વધુ રકમ આપી ચુક્યો છે access_time 12:56 am IST