Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

નેચરલ બ્યુટીને વધારવાનું કામ કરે છે બેબી વાઈપ્સ

ખૂબ જ નરમ અને મુલાયમ બેબી વાઈપ્સનો ઉપયોગ એ ઘરોમાં કરવામાં આવે છે, જ્યાં નાના બાળકો હોય છે. પરંતુ, એવુ જરૂરી નથી કે આ વાઈપ્સનો ઉપરયોગ માત્ર બાળકો માટે જ કરવામાં આવે. તમે એ વાત નહિં જાણતા હો કે બેબી વાઈપ્સ તમારી પ્રાકૃતિક સુંદરતા નીખારે છે.

. બેબી વાઈપ્સ નખ માટે સારા છે. તે નખની સુંદરતા દૂર કરવાની સાથે કયુટીલ્સને મોશ્ચરાઈઝ રાખવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત તમારા નખની સુંદરતા પણ જાળવી રાખે છે.

. મેકઅપ દૂર કરવા માટે તમે કેમિકલ યુકત મેકઅપ રિમુવરનો ઉપયોગ કરતા હશો. તો હવે બેબી વાઈપ્સનો ઉપયોગ કરો. તેના ઉપયોગથી ત્વચાને કોઈ પણ પ્રકારનું નુકશાન થતુ નથી અને ત્વચા પર કોઈ સાઈડ ઇફેકટ થતી નથી.

. જો તમે વાળને ડાઈ કર્યા છે અને તમારી ગરદન અથવા માથા પર ડાઈ લાગી ગઈ છે તો તમે બેબી વાઈપ્સની મદદથી તેને દૂર કરો. તેમાં ઉચ્ચ માત્રામાં એલોવેરા હોય છે. ત્વચાને હેર ડાઈથી થતા નુકશાનથી બચાવો.

. બેબી વાઈપ્સમાં એલોવેરા અને વિટામીન-ઈ ઓય છે, જે તમારી ત્વચા માટે લાભકારી હોય છે. ઉપરાંત તે સૂર્યના હાીનકારક કિરણોથી થતા ટેનિંગને દૂર કરવામાં પણ મદદ કરે છે.

(10:12 am IST)