Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

રસી લેનાર શિક્ષકો સહીત વિદ્યાર્થીઓને શાળામાં માસ્ક જરૂરી નથી:અમેરિકામાં મળી છુટછાટ

નવી દિલ્હી: અમેરિકામાં લાંબો વખત કોરોનાનો કહેર રહ્યા બાદ ત્રણેક મહિનાથી રાહત છે અને મોટાપાયે વેકસીનેશન પ્રોગ્રામથી હાલત વધુ હળવી થવાના આશાવાદ વચ્ચે સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) દ્વારા નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે કે રસી લેનારા શિક્ષકો-વિદ્યાર્થીઓએ માસ્ક પહેરવાની જરૂર નહીં રહે. અમેરિકામાં 12 વર્ષથી વધુની ઉંમરના બાળકોને પણ કોરોના રસી આપવાનું શરુ કરાયુ છે. દૈનિક કેસ ઘટયા છે. ઉપરાંત હોસ્પીટલાઈઝન ઓછુ થવા સાથે મૃત્યુઆંકમાં પણ ઘટાડો થયો છે ત્યારે કોરોના સામે રક્ષણ-નિયમો સુચવાથી અમેરિકી ટાસ્કફોર્સ સીડીસીના વડા એરીન સ્કેટઝે કહ્યું કે મહામારીમાં હવે નવા વળાંક પર આવી ગયા છીએ અને નિયમોમાં બદલાવ મુદે ઉત્સાહીત છીએ. રસી લઈ ચૂકેલા શિક્ષકો-વિદ્યાર્થીઓને સ્કુલમાં માસ્ક પહેરવામાંથી મુક્તિ રહેશે.

(6:30 pm IST)