Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

વિશ્વનું એક માત્ર શહેર જ્યાં શોપિંગથી લઇ રેસ્ટોરન્ટ બધે કપડા વગર જ ફરે છે લોકો

ફ્રાંસનું શહેર 'ન્યુડીટી' માટે મશહુર છે : ગરમીમાં ૫૦,૦૦૦ લોકો બીચ લાઇફ માણે છે

પેરિસ તા. ૧૦ : દુનિયાભરમાં અનેક પ્રકારના કલ્ચર પ્રસિદ્ઘ છે. દરેક દેશની પોતાની સંસ્કૃતિ હોય છે અને તેનાથી જ તેની ઓળખ થતી હોય છે. પરંતુ ફ્રાન્સનું એક શહેર Cap d’Agde ન્યૂડિટી એટલે કે નગ્નતા માટે મશહૂર છે. અહીં લોકો આરામથી કપડાં વગર ઘૂમી શકે છે.

ફ્રાન્સના દરિયા પાસે ગામ તરીકે એક રિસોર્ટ France Seaside Resort વસેલો છે. જેનું નામ Cap d’Agde છે. આ ગામ પોતાની અનોખી લાઈફ સ્ટાઈલ માટે દુનિયાભરમાં પ્રસિદ્ઘ છે.  

Cap d’Agde દુનિયાની એકમાત્ર જગ્યા છે જયાં પર્યટકો દૂર દૂરથી ન્યૂડ ટુરિઝમ માટે આવે છે. અહીં આવેલા લોકો કપડાં વગર ઘૂમી શકે છે. કોઈ રોકટોક હોતી નથી.  

આ ન્યૂડ સિટીમાં લોકો શોપિંગ મોલ, અને રેસ્ટોરામાં પણ કપડાં વગર ઘૂમી શકે છે. તેમણે કપડાને લઈને કોઈ પણ પ્રતિબંધોનો સામનો કરવો પડતો નથી. ઉનાળામાં લગભગ ૫૦ હજાર લોકો અહીંની ન્યૂડ લાઈફની મજા માણવા પહોંચે છે. આ શહેરને ન્યુડ સીટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ટુરીસ્ટોને માટે અહીં કોઇ પ્રતિબંધ નથી. 

Cap d’Agde હનીમૂન ડેસ્ટિનેશન તરીકે દુનિયાભરમાં જાણીતુ છે. અહીં આવનારા કપલ્સ બિન્દાસ થઈને કયાંય પણ ઘૂમી શકે છે.

જયાં એક બાજુ Cap d’Agde માં કપડાં વગર ઘૂમવાની આઝાદી છે ત્યાં બીજી બાજુ જાહેર સ્થળો પર પાર્ટનર સાથે ઈન્ટેમેટ થવાની સ્થિતિમાં દંડની જોગવાઈ પણ છે. જાહેરમાં રોમાન્સ કર્યો તો લગભગ ૧૨,૮૬૦ પાઉન્ડનો ભારેભરખમ દંડ લાગી શકે છે. આ સાથે જ આ શહેરમાં રહેવા માટે પણ ફી ચૂકવવી પડે છે. ફકત એટલું જ નહીં અહીં કોઈ પણ પ્રકારની ફોટોગ્રાફીની પણ મનાઈ છે.

(2:59 pm IST)