Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ઓએમજી... અમેરિકામાં કોરોનાના ટેસ્ટ કરાવવા માટે લાગી આટલી લાંબી લાઈન

નવી દિલ્હી: અમેરિકામાં મિસૌરી, ટેક્સાસ, ઉટા, ટેનેસી અને વેસ્ટ વર્જિનિયામાં 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા હતા. અમેરિકામાં કોરોનાના ટેસ્ટ કરાવવા માટે લોકોએ લાંબી રાહ જોવી પડે છે. મિસિસિપ્પીમાં 26 સાંસદો કોરોના ચેપગ્રસ્ત મળી આવ્યા હતા. બીજી બાજુ કોરોનાના વધતા કેસને જોતાં હ્યુસ્ટનમાં આગામી બે અઠવાડિયાંમાં યોજાનાર રિપબ્લિકન પાર્ટીનું કન્વેન્શન પણ રદ કરાયું છે. જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સ્કૂલો શરૂ કરવા માટે દબાણ કરી રહ્યા છે. આવું કરવા બદલ ફન્ડિંગમાં કાપ મૂકવાની ચેતવણી પણ ઉચ્ચારી દીધી છે. અમેરિકામાં કોરોનાના ટેસ્ટ કરાવવા માટે લોકોએ લાંબી રાહ જોવી પડે છે.

(6:05 pm IST)