Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

70હજાર કરોડના ખર્ચે અમેરિકા ફરીએકવાર નવા પરમાણુ બોંબ બનાવવા જઈ રહ્યું છે

નવી દિલ્હી: રશિયા અને ચીનના વધતા ખતરાને જોતા અમેરિકાએ ફરી એકવાર નવા પરમાણુ બોમ્બ બનાવવાનો નિર્ણય કર્યો છે. આગામી દસ વર્ષમાં તેના ઔદ્યોગિક ઉત્પાદન પર આશરે રૂ. 70 હજાર કરોડનો ખર્ચ કરવાનો પણ પ્રસ્તાવ મૂકાયો છે. ઉત્પાદન દક્ષિણ કેરોલિનામાં સવાના નદીના કિનારે સ્થિત ફેક્ટરીમાં અને ન્યૂ મેક્સિકોના લોસ એલ્મોસમાં થશે. અમેરિકા અને રશિયા વચ્ચે શીત યુદ્ધ વખતે સવાના નદીની ફેક્ટરી અમેરિકન પરમાણુ હથિયારો માટે ટ્રિટિયમ અને પ્લુટોમિયમનું ઉત્પાદન કરતી હતી. બે લાખ એકરમાં ફેલાયેલી ફેક્ટરીમાં હજારો લોકો કામ કરતા હતા. હવે અહીં 3 કરોડ, 70 લાખ ગેલન રેડિયોએક્ટિવ પ્રવાહી કચરો ભેગો થઈ ચૂક્યો છે.

(5:57 pm IST)