Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ઇરાનના સૈન્ય વિસ્તારમાં મધ્યરાત્રીએ થયેલ વિસ્ફોટથી અફડાતફડી મચી જવા પામી

નવી દિલ્હી: ઇરાનના સૈન્ય ઠેકાણાઓમાં ગઇકાલે રાત્રે 3 વાગ્યે ભીષણ બોમ્બ વિસ્ફોટ થતા અફડાતફડી મચી હતી અને મધરાત્રે 3 વાગ્યે વિસ્ફોટના અવાજ સાંભળીને લોકો ભાગી ગયા હતા. તાજેતરમાં ઇઝરાયેલે ઇરાનના અણુ મથકોને નિશાન બનાવતા વિસ્ફોટ માટે ઇઝરાયેલ પર શંકા સેવાઇ રહી છે.

         ત્રણ સપ્તાહમાં ઇરાનમાં વિસ્ફોટની ત્રીજી ઘટના છે. વિસ્ફોટના કારણે ઇરાનમાં સરકારના સુરક્ષાના ઉપાયોને લઇને સવાલો પેદા થાય છે. હાલ તો વિસ્ફોટનું કારણ બહાર નથી આવ્યુ.

(5:56 pm IST)